મોરબી : મોરબી તાલુકાના બગથળા નજીક આવેલ ફેકટરીમાં ટ્રકમાંથી લાકડા ઉતરતી વખતે લાકડા માથે પડતા શ્રમિક યુવાનનું મોત નીપજ્યું હતું. જાણવા મળતી વિગતો મુજબ બગથળા નજીક આવેલ યુરલવા વુડ નામની ફેકટરીમાં ટ્રકમાંથી લાકડા ઉતારી રહેલા યુવરાજભાઈ રાજસ્થાની ઉ.૩૧ નામના શ્રમિક યુવાન ઉપર લાકડાનો જથ્થો પડતા આ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે એડી નોંધી વધુ તપાસ હાથ ધરી છે.