મોરબી : વિવાદિત ફિલ્મ પદ્માવતને લઈ સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન અને દેખાવો થઈ રહ્યા છે ત્યારે સુરક્ષા વ્યવસ્થાને લઈ મોરબી પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ બૉલીવુડ ફિલ્મ પદ્માવતને લઈ રાજ્યભરમાં ઠેર- ઠેર વિરોધ વંટોળ ઉઠી રહ્યા છે અને કરણીસેના સહિત જુદા-જુદા સંગઠનો દ્વારા વિરોધત્મક કાર્યક્રમો આપવમાં આવી રહ્યા હોય મોરબી એ ડીવીજન પી.આઈ ચૌધરી સહીત ના પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સનાળા રોડથી લઈ શહેરભરના મુખ્ય વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='17432,17433,17434,17435']