હળવદના માયાપુર ગામે ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત રાષ્ટ્રીયગીત સાથે કરાઈ

- text


અંબે યુવક મંડળ માયાપુર આયોજિત ટૃર્નામેન્ટમાં ૪૨ ટીમોએ ભાગ લીધો

હળવદ : હળવદના માયાપુર ગામે અંબે યુવક મંડળ દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં રાષ્ટ્રીય ગીતથી ફાઈનલ મુકાબલાની શરૂઆત થઈ હતી અને શ્રદ્ધા ઈલેવનને પછાડી રામદેવ ઈલેવન વિજેતા જાહેર કરવામાં આવતા ટીમને ટ્રોફી સાથે શિલ્ડ એનાયત કરવામાં આવ્યું હતું.

હળવદ તાલુકાના માયાપુર ગામે અંબે યુવક મંડળ દ્વારા ડે ક્રિકેટનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા આજે ફાઈનલ મુકાબલો શ્રદ્ધા ઈલેવન અને રામદેવ ઈલેવન વચ્ચે થયો હતો જેમાં શ્રદ્ધા ઈલેવનને રામદેવ ઈલેવનએ પછાડી મુકાબલો જીત્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છેકે રમત-ગમત ક્ષેત્રે ખેલ પ્રતિભાવ દાખવવા અને યુવાઓની મનપસંદ ગણાતી ક્રિકેટ ટુર્નામેન્ટમાં હળવદ પંથકના આજૂબાજૂના ગ્રામ્ય વિસ્તારની અંદાજે ૪૨થી વધુ ટીમોએ ભાગ લઇ ખેલદિલી દાખવી હતી.

- text

આ ટુર્નામેન્ટની ફાઈનલ મુકાબલામાં સારક પ્રદર્શન કરનાર રામદેવ ઈલેવનના મુના ભુવાને મેન ઓફ ધી મેચ આપવામાં આવ્યો હતો. જેમાં માયાપુર ગામે યોજાયેલા ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૪૨ ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ગામના આયોજકો દ્વારા સફળ આયોજન કર્યું હતું.

- text