મમુ દાઢી સહિતના ૧૨ શખ્સો વિરુદ્ધ ફરિયાદ : ફરિયાદી ઉપર ગાડી ચડાવી દેવા પ્રયાસ મોરબી : મોરબીના મકરાણીવાસમાં રહેતા યુવાનને પ્રેમલગ્ન બાદ સસરા સાથે સમાધાન કરી લેવા દબાણ લાવી મામુદાઢી સહિતના ૧૨ શખ્સોએ યુવાન ઉપર જીવલેણ હુમલો કરી ગાડી ચડાવી દેવા પ્રયાસ કરતા મોરબી સીટી એ ડિવિઝન પોલિસે ૩૦૭ સહિતની કલમો મુજબ મમુ સહિતના ૧૨ સામે ફરિયાદ નોંધતા ખડભળાટ મચી ગયો છે. પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે રાત્રીના મોરબીના મકરાણી વાસમાં રહેતા ઇસ્માઇલ યારમહમદ બ્લોચ ઉ.૨૫ નામના યુવાને પ્રેમલગ્ન કરેલા હોવાથી ખાટકી વાસમાં રહેતા આરોપી મહમદ હનીફ ઉર્ફે મમુ દાઢી, મમુ દાઢીનો ભત્રીજો આરીફ, ઇમરાન, સિરાજ ઉર્ફે દુઃખી, ઈમ્તિયાઝ, મકબુલ, ઓસમાણ તેમજ અજાણ્યા પાંચેક માણસો રે. તમામ ખાટકીવાસ વાળા ફરિયાદીના ઘરપાસે આવી તારા સસરા સાથે સમાધાન કરી લે કહેતા ફરિયાદીએ ના પાડી હતી. બાદમાં આરોપી મામુદાઢીએ ફરિયાદી ઇસ્માઇલના હાથમાં છરીનો ઘા ઝીકતા હાથમાં ઇજા થઇ હતી આ ઉપરાંત અન્ય આરોપીઓએ લાકડાના ધોકા ફટકારી જાનથી મારી નાખવા પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત ઝનૂન પૂર્વક હુમલો કરવા આવેલ મામુદાઢીની ટોળકીએ જતા જતા ફરિયાદી ઉપર ગાડી ચડાવવા પ્રયાસ કરતા ફરિયાદ દૂર ખસી ગયા હતા અને સાહેદ સરફરાજને ઇજાઓ પહોંચી હતી. આ મામલે ફરિયાદી ઇસ્માઇલ યારમહમદની ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે મહમદ દાઢી સહિતના શખ્સો વિરુદ્ધ આઇપીસી ૩૦૭ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.