અગાઉ મોરબી ફરજ બજાવી ગયેલ જામનગર એલસીબી પીઆઇ ડોડિયાની અસરકારક કામગીરી મોરબી : જામનગર એલસીબી પીઆઇ આર.વી ડોડિયાની ટીમે જામનગર જિલ્લામાં મિલકત વિરોધી ગુન્હા સબબ આદિવાસી ગેંગને ઝડપી લેતા ૪૫ જેટલી ઘરફોડીના ગુન્હા કબુલ કર્યા છે જેમાં મોરબી જિલ્લાના વાંકાનેર, ટંકારા, હળવદ સહિતની શાળાઓ અને ઘરમાં ચોરી કર્યાની આરોપીઓએ કબૂલાત આપી હોવાનું જાણવા મળ્યું છે. જાણવા મળ્યા મુજબ અગાઉ મોરબી ફરજ બજાવી ગયેલ જામનગર એલસીબી પીઆઇ ડોડિયાની ટીમે તાજેતરમાં જામજોધપુરમાં થયેલ ચોરી મામલે આદિવાસી ગેગના પિતા પુત્ર જવરસિંગ ઉર્ફે મનુભાઈ ધારકા પલાસ અને તેના પુત્ર મુકેશ ઉર્ફે નિકેશ હાલ રે.વેરાડ તા.ભાણવડ જામજોધપુર મૂળ દાહોદ વાળાને ઝડપી લીધેલ છે. ઉપરોક્ત આરોપીઓએ જામનગર જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રમાં જુદી જુદી જગ્યાએ કરેલ ૪૪ ચોરીઓની કબૂલાત આપી છે જેમાં મોરબી જિલ્લામાં ટંકારામાં બંધ કોલેજ, શાળા અને ઘરમાં ત્રણ ઘરફોડી ઉપરાંત મોરબી જિલ્લાના હળવદમાં બે શાળાઓને નિશન બનાવી ચોરી કરી હોવાનું તેમજ વાંકાનેરના ચન્દ્રપુરમાં બંધ શાળામાં ચોરી કરી હોવાની કબૂલાત આપતા પોલીસે આ મામલે મોરબી જિલ્લા પોલીસ વડાને જાણ કરી છે. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='17240,17241,17242']