પોલીસે ૮૪ બોટલ વિદેશી દારૂ અને પાંચ બોટલ ચપલા સહિત રૂ.૨૫૪૫૦ નો મુદામાલ કબ્જે કર્યો હળવદ : હળવદ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી હળવદ તાલુકાના જુના દેવળીયા ગામેથી રૂ. ૨૫૪૫૦ ની કિંમતના વિદેશી દારૂ સાથે એકને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે હળવદ પોલીસે બાતમીના આધારે જુના દેવળીયા ગામે દરોડો પાડી કિશોર બચુ દેગામાં ઉ.૨૬ ને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીના કબજામાંથી ૮૪ બોટલ ૭૫૦ એમ.એલ. અને ૫ નંગ ચપલા મળી કુલ રૂપિયા ૨૫૪૫૦ નો પરપ્રાંતીય વિદેશી શરાબ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન કાયદા અંતર્ગત ગુન્હો દાખલ કર્યો હતો. આ મામલે વધુ તપાસ પીએસઆઇ શુકલ અને વસંતભાઈ વઘેરા ચલાવી રહ્યા છે. [caption id='attachment_4884' align='aligncenter' width='233'] ફાઈલ ફોટો[/caption]