વાંકાનેર : રહેણાંક મકાનમાંથી જુગાર રમતા ચાર ઝડપાયા

- text


આર.આર.સેલ રાજકોટ રેન્જ ટીમએ દરોડો પાડી કુલ રૂ.૧૬૯૦૦૦/- ના મુદ્દામાલ જપ્ત

મોરબી : આર.આર.સેલના પો.સબ.ઇન્સ કૃણાલ પટેલની ટીમને ખાનગીરાહે હકિકત મળેલ કે મોરબી જીલ્લાના વાકાનેર સીટી પો.સ્ટે. વિસ્તારની મેઇનબજાર લુહાર શેરીમાં રહેતા ધીરજલાલ ગીરધરલાલ નાગ્રેચા પોતાના રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી ગંજીપતાના પાના અને પૈસા વતી રોન-પોલીસ નો તીનપતીનો નશીબ ઉપર આધારીત હારજીતનો જુગાર ચલાવી પોતાના રહેણાંક મકાનનો જુગારના અખાડા તરીકે ઉપયોગ કરી જુગારની અસામાજીક પ્રવૃતિ ચલાવતાની હકીકત મળેલ હતી જે હકીકતને વેરીફાય કરાવી વાકાનેર મેઇનબજાર લુહાર શેરીમાં મજકુરના રહેણાંક મકાને સ્ટાફ સાથે પહોચી રેઇડ કરતા (૧) ધીરજલાલ ગીરધરલાલ નાગ્રેચા રે.મેઇનબજાર લુહારશેરી વાંકાનેર (ર) કીશોરસિહ મહિપતસિહ ઝલા રે.ખેરવા (૩) અબ્દુલરહીમ મીમનજી સેરશીયા રે.અસરફનગર સીંધાવદર (૪) ઇકબાલભાઇ હાસમભાઇ ચૌહાણ રે.લક્ષ્મીપરા મેઇનરોડ વાંકાનેર વાળાઓને નશીબ ઉપર આધારીત ગંજીપતાના પાના અને પૈસા વતી તીનપતીનો હાર-જીતનો જુગાર રમતા રોકડા કુલ રૂ.૪૫,૦૦૦/- તથા ગંજીપતો-૧, મોબાઇલ ફોન-૫, મોટરસાયકલ-૩ મળી કુલ રૂ.૧,૬૯,૦૦૦/- નો મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથધરી વાંકાનેર સીટી પો.સ્ટે ગુન્હો રજી. કરાવેલ છે.

- text

- text