લખધીરપુર રોડ પર બાઇક પાછળ બેઠેલા યુવાનનું પડી જતા મોત મોરબી : મોરબીમાં ખરાબ રોડ રસતાને કારણે અનેક મહામૂલી માનવ જિંદગીનો ભોગ લેવાઈ રહ્યો છે ત્યારે આજે સાંજે લખધીરપુર રોડ પર મોટરસાયકલ પાછળ બેઠેલ યુવાનનું પડી જતા મોત નીપજ્યું હતું. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાઠા વિસ્તારમાં આવેલ પવન પાર્કમાં શેરી નં-૬ રહેતા રામનિવાસ ઉમાશંકર યાદવ(ઉ.૩૭) અને ભગવાનજીભાઈ બાબુભાઈ ગોહેલ(ઉ.૩૫) બન્ને મોટર સાઈકલ જીજે ૩ બીજે ૪૪૮૬ લઈને લખધીરપુર રોડ પર જતા હતા ત્યારે એન્ટીક સિરામિક નજીક પહોચતા રોડ પર ખાડો આવતા બ્રેક મારતા પાછળ બેઠેલ ભગવાનજીભાઈ રોડની સાઈડમાં પડી જતા હાથમાં તથા માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા ભગવાનજીભાઈને સારવાર માટે મોરબી ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા અને જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.