રાજ્ય ચૂંટણી કમિશનરનો આદેશ છતાં આર.ઓ., એ.આર.ઓ.ના પગાર ન ચૂકવાયા ટંકારા : ટંકારા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી પત્યાને બબ્બે વર્ષ વીતવા છતાં આર.ઓ. અને એ.આર.ઓને મહેનતાણા ન ચૂકવતા કર્મચારીઓમાં રોષની લાગણી જન્મી છે. જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકામાં વર્ષ ૨૦૧૬ માં યોજાયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણી બાદ ૧૦ આર.ઓ. અને એ.આર.ઓને મહેનતાણાંની રકમના ચૂકવણા કરવામાં ન આવતા જે તે સમયે રજુઆત કરાતા ચૂંટણી પંચ દ્વારા તાકીદે ચુકવણા કરવા આદેશ છૂટ્યા હતા જેને પણ એક વર્ષ જેટલો સમય વીતવા છતાં હજુ સુધી નાણા ચૂકવાયા નથી. જો કે આશ્ચર્ય તો એ વાત નું છે કે તાજેતરમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીના ચૂકવણા થઈ ગયા છે પરંતુ બે વર્ષ પહેલાં ગ્રામ પંચાયતની ચૂંટણીના ચુકવણામાં ગ્રાન્ટ ન હોવાના બહાના બતાવવામાં આવી રહ્યા છે.