મોરબી નજીક પંચાસરમાં કઠિન વાડી રસ્તે પ્રસુતિ કરાવતો ૧૦૮ સ્ટાફ

- text


મોરબી : મોરબી નજીકના પંચાસર ગામે વાડી વિસ્તારમાં રહેતી શ્રમિક મહિલાને પ્રસુતિ પીડા ઉપડતા ૧૦૮ સ્ટાફે વાડીમા જ પ્રસુતિ કરાવી મહિલાની જિંદગી બચાવી હતી.

જાણવા મળ્યા મુજબ મોરબી નજીક પંચાસર વાડીમાં રહેતા સંગીતાબેન સકરુભાઈ ઉ.૨૮ ને ગઈકાલે અચાનક પ્રસુતિ પીડા થતા ૧૦૮ ને ઈમરજન્સી બોલાવવામાં આવ્યા હતા.

- text

પરંતુ વાડી વિસ્તાર હોવાથી ત્યાં અંદર ઘર સુધી ૧૦૮ પહોંચી શકે તેમ ન હોવાથી સંગીતાબેનને ૧૦૮ સુધી ચાલીને આવતા હતા અને રસ્તામાં જ પ્રસુતિ પીડા ઉપડતા ૧૦૮ ટીમના પાઈલોટ નિતેશભાઈ તથા મહેશ એમ. રાઠોડ મળીને વાડીમાં જ સંગીતાબેનની ડીલેવરી કરાવી બાળક અને માતાની જિંદગી બચાવી પ્રામાણિક ફરજનિષ્ઠાનું ઉદાહરણ બતાવ્યું હતું.

- text