મોરબી : મોરબીના શક્ત શનાળા માં કોઈ અગમ્ય કારણોસર યુવાને પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર જાગી છે. જાણવા મળ્યા મુજબ મોરબીના શક્ત શનાળા માં રહેતા ભીખાભાઇ બચુભાઇ સનાળિયા ઉ. ૪૦ નામના યુવાને પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી આપઘાતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.