હળવદ : માળીયા તાલુકા પોલીસ સ્ટેશનના ચોપડે દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને કુડા નિમકનગર નજીકથી ઝડપી લેવામાં હળવદ પોલીસને સફળતા મળી છે. માળીયા તાલુકા પોલીસ મથકમાં ત્રણ વર્ષ પૂર્વે દારૂના ગુન્હામાં સંડોવાયેલ યુનુસ ઉર્ફે યુસુફ રહીમભાઈ મોવર ઉ.૨૭ રે. કુડા નિમકનગર વાળો નાસતો ફરતો હોય હળવદ તાલુકા પોલીસ મથકના પીઆઇ બી.ટી.વાઢીયાએ બાતમીને આધારે આ શખ્સને નિમકનગર નજીક વોચ રાખી ઝડપી લીધો હતો. હળવદ તાલુકા પોલીસની આ સફળ કામગીરીમાં પીએસઆઈ શુકલ, હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ રબારી અને મહેશભાઈ આહીર સાથે રહ્યા હતા.