વિપ્રવૃંદ મંડળ મોરબી દ્વારા નગર દરવાજા ચોકથી રેલી યોજી કલેકટરને આવેદનપત્ર અપાશે મોરબી : ભારત જન વિજ્ઞાન જાથાના નામે જયંત પંડ્યા દ્વારા જામનગરના કર્મકાંડી બ્રાહ્મણને ફસાવવામાં આવ્યા હોવાનો આરોપ લગાવી આવતીકાલે મોરબી વિપ્ર વૃંદ દ્વારા મોરબી ખાતે રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવશે. વિપ્ર વૃંદ મંડળ મોરબી દ્વારા આવતીકાલે બપોરે ત્રણ વાગ્યે નગર દરવાજા ચોકથી વિશાળ રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે વધુમાં મંડળના અગ્રણી વિપુલભાઈ શુકલએ જણાવ્યું હતું કે જાથાના જયંત પંડ્યા દ્વારા જામનગરના ભુદેવ હિતેશભાઈ જોશીને વૈદિક યજ્ઞવિધિ અટકાવી ધાક ધમકી આપી ડમી યજમાન દ્વારા ફસાવી યજ્ઞ અને કર્મકાંડ બંધ કરાવેલ જેના વિરોધમાં આ રેલી યોજવામાં આવનાર છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી વિજ્ઞાન જાથાના નામે બ્રાહ્મણોની હેરાનગતિ થતી હોવાની રજુઆત કરી વિજ્ઞાન જાથા કોના નેજા હેઠળ અને ક્યાં હેતુથી કામ કરે છે તે અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગણી સરકાર સમક્ષ ઉઠાવવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.