હડમતિયા : ટંકારા તાલુકાના હડમતિયાના યુવાનો દ્વારા રજડતી રખડતી અબોલ ગાયોને તેમજ ગૌવંશને ખોળ,લીલો ચારો અને પક્ષીઅોને ચણ, શ્વાનોને ગાંઠીયા, લાડવા નાખી ઉતરાયણ પર્વ મનાવ્યો હતો. ઉતરાયણને દિવસે કરેલ મહાદાન કયારેય ફોગટ જતુ નથી તેમ સમજી આ કાર્ય યુવાનોઅે વહેલી સવારથી જ આરંભી દિધું હતું. લીલો ચારો, ખોળ, લાડવા-ગાઠીયા, ચણ, નું આશરે ૧૫૦૦૦ રુપીયા જેવુ આ મિત્ર મંડળ દ્વારા દાન કરી પુણ્ય કમાયું હતું. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='16895,16896,16897,16894']