મોરબી : મોરબીમાં મકાનના કડીયાકામ કર્યા બાદ મજુરીના સાડા ત્રણ લાખ રૂપિયા આપવાને બદલે બે શખ્શોએ ધમકીઓ આપતા પોલીસમાં ફરિયદ નોંધાઈ છે. જાણવા મળ્યા મુજબ મોરબીની લક્ષ્મી સોસાયટીના રહેવાસી નાનજીભાઈ ભાણાભાઈ સારેલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી જય ચંહલમણ હરેડી અને ચંહલમણ હીરાલાલ હરેડી રહે. બંને નાગનાથ શેરી વાળા પાસેથી ફરિયાદીને કડિયાકામના ૩.૫૦ લાખ રૂપિયા લેવાના નીકળતા હોય જે રકમની માંગણી કરતા બંને પિતા-પુત્રએ ફરિયાદીને નાણાં આપવાની ના પાડી, ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવા અંગે ફરિયાદ નોંધાવી છે. આ મામલે મોરબી એ ડીવીઝન પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.