મોરબી : મોરબીના ગાળા ગામ પાસે આવેલી સેગમ સીરામીકમાં મશનરી વિભાગમાં આજે સવારે અચાનક જ આગ લાગી હતી. આગની ઘટના અંગે જાણ થતા મોરબી ફાયર વિભાગના દિનેશભાઇ સહિતની ટિમ ફાયર ફાયટરો સાથે ઘટના સ્થળે સમયસર પોહચી ગઈ હતી. અને આગ વધુ વિકરાળ બને તે પેહલા તેના પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ ન હતી. અને આગ કારણે કોઈ મોટી નુકસાની થતા સહેજમાં અટકી હતી. [caption id='attachment_3695' align='aligncenter' width='300'] ફાઇલ તસ્વીર[/caption]