મોરબીમાં કામે જવાનું કહી નીકળેલી યુવતી લાપતા

- text


મોરબી : મોરબીમાં સવારે ઘરેથી કામે જવાનું કહી નીકળેલી યુવતી તા.૭ ના રોજ ગુમ થયા બાદ શોધખોળ કરવા છતાં ન મળી આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વણકરવાસમાં રહેતી શિલ્પા હસમુખભાઈ જાદવ ઉ.૨૫ નામની યુવતી ગત તા. ૭ ના રોજ ઘરેથી કામે જવાનું કહીને નીકળી હતી બાદમાં પરત ન ફરતા યુવતીના પરિવારજનોએ શોધખોળ કરવા છતાં ન મળી આવતા અંતે સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરતા મોરબી પોલીસે ગુમશૂદા નોંધ કરી લાપતા બનેલ યુવતીની શોધખોળ શરૂ કરી છે.

- text