ટંકારાના નાના ખીજડિયા ગામે લાકડા લેવા પ્રશ્ને મારામારી

- text


ટંકારા : ટંકારા તાલુકાના નાના ખીજડિયા ગામે સરકારી ખરાબાની જગ્યામાંથી લાકડા લેવા પ્રશ્ને મારામારી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

- text

જાણવા મળ્યા મુજબ ટંકારાના નાના ખીજડીયા ગામે રહેતા હસમુખભાઈ જીવરાજભાઈ ગોધાણી ઉ.૩૭ તથા તેના પત્ની કરુણાબેન અને તેના ભાભી રંજનબેન ગામની સીમમાં સરકારી ખરાબામાંથી લાકડા લેવા ગયા હતા ત્યારે પંકજભાઈ તથા તેના પત્ની ત્યાં જઈને કરુણાબેન તથા રંજનબેનને લાકડા લેવાની નાં પાડતા હસમુખભાઈએ સરકારી જમીનની વાડ મેં કરેલ છે અને હું છેલ્લા પાત્રીસ વર્ષથી ઉપયોગ કરું છુ તેમ કહેતા પંકજભાઈ તથા તેના પત્નીએ ઉસ્કેરાય જઈને ભૂંડા બોલી ગાળો આપી ધારિયાનો ઉંધો ધા વાસામાં મારી મુંઢમાર ઈજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ હસમુખભાઈએ ટંકારા પોલીસ મથકમાં નોંધાવી છે. આ મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text