મોરબી : મોરબી જિલ્લાના પેંશનરોને વર્ષ ૨૦૧૭ - ૧૮ ના વર્ષમાં આવકવેરાના રિટર્ન રજૂ કરવા જિલ્લા ટ્રેઝરી કચેરીની યાદીમાં જણાવાયું છે. જિલ્લા તિજોરી કચેરી મોરબી ખાતેથી પેન્શન મેળવતા પેન્શનરોને આથી જણાવવામાં આવે છે કે વર્ષ ૨૦૧૭-૨૦૧૮ માં પેન્શનની આવક (૧) સામાન્ય કરદાતા પેન્શનરના કિસ્સામાં રૂ.૨,૫૦,૦૦૦/- થી વધુ થતી હોઈ, (૨) ૬૦ થી ૮૦ વર્ષનાં પેન્શનરોનાં કિસ્સામાં રૂ.૩,૦૦,૦૦૦/- થી વધતી હોઈ તેવા પેન્શનરોએ વર્ષ ૨૦૧૭-૧૮ નું આવકવેરા ગણતરી પત્રક, રોકાણોની વિગતો ભરી રોકાણો કર્યા અંગેના પુરાવાઓની સ્વપ્રમાણિત નકલ, આવકવેરો ભાર્યાની સ્વપ્રમાણિત નકલ, પાનકાર્ડની સ્વપ્રમાણિત નકલ, ગત વર્ષનું આવકવેરા રીટર્નની નકલ સાથે જિલ્લા તિજોરી કચેરી, મોરબીની પેન્શન શાખામાં તા.૩૧/૦૧/૨૦૧૮ સુધીમાં રજુ કરવા તમામ પેન્શનરોને મોરબી જિલ્લા તિજોરી અધિકારી કુ. કીર્તિબા વાઘેલાએ યાદીમા જણાવ્યું છે.