મોરબીના ખરેડા ગામે પ્રેમલગ્નના ખારમાં મહિલાને ઝૂડી નાખી

- text


મોરબી : મોરબીના ખરેડા ગામે પ્રેમલગ્નનો ખાર રાખી એક મહિલા ઉપર ચાર મહિલાઓએ હુમલો કરી ઝૂડી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળ્યા મુજબ મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા છાયાબેન પિયુશ ભાઇ ડઢાણીયા ઉ.૨૭ ઉપર આજ ગામના રમેશ બચુભાઇ ડઢાણીયા પત્ની (૨) ધનજી કેશાના પત્ની તથા (૩)જગદીશ કેશાની પત્ની તથા (૪) કાનજી બચુના પત્ની રહે.ચારેય મહિલા ગામ-ખરેડા વાળાએ હુમલો કરી માર મારતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.

- text

વધુમાં ફરિયાદીના સગાએ આરોપી મહિલાની દીકરી સાથે પ્રેમ લગ્ન કરી લીધેલ હોય જેનો ખાર રાખી તેમના ઘર પાસે આવીને શેરીમા ફરીયાદી મહિલાને વાળ પકડીને રોડ ઉપર ઢસડીને ઢોર માર મારીને મારી નાખવાની ધમકી આપીને એકબીજાની મદદગારી કરીને ગુન્હો કરતા તાલુકા પોલીસ મથકના હેડ.કો.એમ.પી.ચાવડા ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

 

- text