મોરબી : મોરબીમાં વસતા સરડવા પરિવાર દ્વારા જ્ઞાતિજનો માટે કંઈક સારું કરવાની ભાવનાથી મેડિકલ સહિત તમામ ક્ષેત્રમાં જરૂરિયાત મંદ લોકોની સેવા માટે ટ્રસ્ટની રચના કરવા સ્નેહ મિલનમાં નિર્ણય લેવાયો હતો. સરડવા પરિવારના જરૂરિયાતમંદ લોકોને જરૂરિયાત મુજબ સહાય માટે ચેરિટી ટ્રસ્ટ ની રચના કરવા નક્કી કરાયું છે, રવિવારે.રવાપર ગામ પાછળ ઘુનડા રોડ વૈદેહી ફાર્મ હાઉસ ખાતે યોજાયેલ સમગ્ર ગુજરાતમાં વસતા સરડવા પરિવારનો સ્નેહ મિલન, તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ, ધો. ૧ થી ૪ માટે ડાન્સ કોમ્પિટિશન, ધો.૫ થી ૧૨ ની ઓન ધી સ્પોટ કવિઝ કોમ્પિટિશન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. વધુમાં આ તકે શુભ હોસ્પિટલ વાળા ડો.રાકેશ સરડવા તરફથી સરડવા પરિવાર માટે મફત સારવાર ની જાહેરાત કરવામાં આવી હતી.ઉપરાંત સમગ્ર સરડવા પરિવાર ના કોઈ ગરીબ લોકો ને દવાખાના શિક્ષણ માટે નાણકીય સહાય માટે નવા સરડવા ચેરિટી ટ્રસ્ટની રચના ની જાહેરાત થઈ હતી. આ કાર્યક્રમમાં સરડવા પરિવારના ૧૦૦૦ લોકો હાજર રહ્યા હતા અને ખૂબ સફળતા સાથે સાચા અર્થમાં કાર્યક્રમ સાર્થક થયો હતો. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે મોરબી સ્નેહ મિલન સમિતિ ના દરેક સભ્યો ની ખૂબ મહેનત હતી આ વિશિષ્ટ કાર્યક્રમ માટે વિજય સરડવા અને તેની ટીમ ના સભ્યોમણીલાલ નાથાભાઈ, મણીલાલ વાલજી ભાઈ, આશીષભાઈ કાનજી ભાઈ, પ્રવીણભાઈ લાલજીભાઈ, નરેશભાઈ છગનભાઇ, મનોજભાઈ કેશવજીભાઈ, સુધીર ભાઈ અમરશી ભાઇ, રાજેસ ભાઈ ખીમજી ભાઈ, હિમતભાઈ માવજી ભાઈ, પ્રકાશભાઈ મહાદેવ ભાઈ, અતુલભાઈ દિલીપભાઈ, રાકેશભાઈ રતિલાલ, મનસુખભાઇ અરજણભાઈ, કાંતિલાલ ભગવાનજીભાઈ, જૈમીન ભાઈ પ્રભુભાઇ અને સમગ્ર કારોબારી ટીમનો સહકાર મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે સરડવા પરિવારના ભામાશા ગણાતા ઉધોગપતિ આગેવાનો નરભેરામ ભાઈ માવજીભાઈ (એકોર્ડ સીરામીક વાળા), બાબુભાઇ મોહનભાઇ (હિંમત ટ્રેડિંગ વાળા) તરફથી ગમે ત્યારે પરિવાર માટે જોઈએ તેટલા રૂપિયા દાન આપવા ની જાહેરાત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજય સરડવા એ કર્યુ હતું.