યુવા જ્ઞાનોત્સવનું આયોજન નિહાળી બૉલીવુડ સ્ટાર અભિભૂત મોરબી : યુવા જ્ઞાનોત્સવના બીજા દિવસે બૉલીવુડ સ્ટાર શ્રેયસ તલપડે મોરબીના મહેમાન બન્યા હતા અને યુવા હૈયાઓને મોજ પડી જાય તેવા પોતાના જાત અનુભવો વર્ણવી તેમણે જો સારી સ્ક્રિપ્ટ મળે તો ગુજરાતી ફિલ્મમાં ચોક્કસ પણે કામ કરવાનું જણાવ્યું હતું. મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત યુવા જ્ઞાનોત્સવમાં શનિવારના દિવસે સાંજના સેશનમાં ફિલ્મ ગોલમાલ ફેઈમ બૉલીવુડ સ્ટાર શ્રેયસ તલપડેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, બૉલીવુડ સ્ટાર શ્રેયસ તલપડેએ મોરબીના યુવાનોને પોતાની સંઘર્ષભરી જીવનયાત્રા વિશે ખુલ્લા મનથી વાતો કરતા ઉપસ્થિત યુવાનોમાં જાણે સંચાર થઈ ઉઠ્યો હતો અને તેમના વિચારો સાંભળી મોરબીના યુવાનોમાં પણ કંઈક કરી છૂટવાની ભાવના પ્રબળ બની હતી. દરમિયાન બૉલીવુડ સ્ટાર શ્રેયસ તલપડેએ યુવા જ્ઞાનોત્સવનું આયોજન જોઈ અભિભૂત બન્યા હતા અને સામાજિક, વૈચારિક ક્રાંતિ માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નિસ્વાર્થ ભાવે થઈ રહેલા આયોજનને ખૂબ જ વખાણ્યું હતું. આ તકે શ્રેયસ તલપડેએ જણાવ્યું હતું કે જો સારી ગુજરાતી સ્ક્રિપ્ટ મળશે તો તેઓ ચોક્કસપણે ગુજરાતી ફિલ્મમાં અભિનય કરશે. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='16512,16513,16514,16515']