હળવદના મારામારીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

- text


એસઓજી ટીમે મોરબી નજીકથી આરોપીને ઝડપી લઈ હળવદ પોલીસ હવાલે કર્યો

મોરબી : મોરબી એસઓજી ટીમે શનિવારે મોડી રાત્રે હળવદના મારામારીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મોરબી વાંકાનેર હાઇવે નજીકથી ઝડપી લઈ હળવદ પોલીસને હવાલે કર્યો હતો.

એસઓજીના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ હળવદ પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસ્તો ફરી રહેલ માથક ગામનો લાલજી નાગજીભાઈ સડાણીયા ઉ.૨૭ વાળો મોરબી નજીક હોવાની બાતમી મળતા એસઓજી સ્ટાફે વાંકાનેર – મોરબી હાઇવે પર ક્યુટોન સીરામીક નજીકથી આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હળવદ પોલીસને સોંપ્યો હતો.

- text

આ સફળ કામગીરી એસઓજી પીઆઇ એસ.એન.સાટીના માર્ગદર્શન હેઠળ એએસઆઈ અનિલભાઈ ભટ્ટ, ફારૂકભાઈ પટેલ, શંકરભાઇ ડોડીયા, કિશોરભાઈ મકવાણા, જયપાલસિંહ ઝાલા, પ્રવિણસિંહ ઝાલા, માયુરધ્વજસિંહ જાડેજા, ભરતસિંહ ડાભી અને વિજયભાઈ ખીમાણીયાએ કરી હતી.

- text