ઉબળ ખાબદ માર્ગને કતને રોજે રોજ થાય છે અકસ્માતો : કાંતિલાલ બાવરવા ટંકારા : ટંકારા ગામમાંથી પસાર તથા મુખ્યમાર્ગ એવા ગૌરવપથને તાકીદે રીપેર કરવા કોંગ્રેસ કાર્યાલય મંત્રી કાંતિલાલ બાવરવાએ માંગણી ઉઠાવી રાજ્યના માર્ગ અને મકાન વિભાગના સચિવને રજુઆત કરી છે. રજુઆતમાં જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી ટંકારાનો સ્ટેટ હાઇવે અત્યંત ખરાબ હાલતમાં મુકાય ગયો છે અને ઉબડ ખાબડ, ખાડા ટેકરા વાળા માર્ગને કારણે રોજે રોજ અકસ્માતોની હારમાળા સર્જાતી હોય લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. વધુમાં મોરબી રાજકોટ હાઇવે પર આ ઉબળ ખબડ રસ્તાને કારણે ખાસ કરીને એમ્બ્યુલન્સમાં દર્દીઓને લઈ જતી વખતે ખુબજ મુશ્કેલી પડતી હોય એ માર્ગને સત્વરે રીપેર કરવા માંગ કરવામાં આવી છે. રજૂઆતના આંતમાં જો સત્વરે માર્ગ રીપેર નહીં થાય તો સ્થાનિક લોકોને સાથે રાખી આંદોલન છેડવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.