મામલતદારને આવેદનપત્ર પાઠવી દલિતો પર થયેલા હુમલાનો વિરોધ મહારાષ્ટ્રમા દલિતો-મરાઠા વચ્ચે બનેલી ઘટનાના ધેરા પ્રત્યાધાતો હળવદમા પડ્યા હતા.જેના ભાગરૂપે હળવદમાં તાલુકાના અનુસુચિત જાતિ દલિત સમાજ દ્વારા મામલતદારને આ બનાવને સખત શબ્દૉમાં વખોડી કાઢી આવેદનપત્ર પાઠવી વિરોધ દર્શાવાયો હતો. મહારાષ્ટ્રના પુના ખાતે આવેલ ભીમા કોરેગાવ જ્યા શુરવીર લડવૈયાઓની યાદમાં વિજયસ્તભ સ્મારક આવેલ છે. જેની દર વર્ષે સ્મારકે ઉજવણી થાય છે ત્યારે ૧ જાન્યુઆરી 18ના રોજ આ ધટનાને ૨૦૦ વષૅ પુર્ણ થતા હોય તેની ઉજવણી કરી રહ્યા.હતા તે દરમિયાન જાતીવાદી પરીબળો દ્રારા હિંસક પથ્થરમારો કર્ય હતુ જેમા એક દલીત યૂવાનનુ મોત નિપજ્યુ હતુ ત્યારેે આ મામલે દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા જેના વિરોધમાં હળવદ દલીત સમાજ દ્રારા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને આ આવેદનમાં જણાવ્યુ હતુ કે આ હુમલામાં મૃતકના પરિવારજનોને વહેલામાં વહેલી તકે સહાય ચુકવવામા આવે તેવી રજૂઆત કરી હતી. તદ્ઉપરાત આ મામલે હળવદના અનુસુચિત જાતિ દલીત સમાજના આગેવાનો અને યુવાનો દ્રારા વિરોધ પ્રદર્શન કરી દોષીતો સામે કડક કાર્યવાહી કરવા ઉગ્ર માગ સાથે આવેદન આપી રજૂઆત કરવામા આવી હતી.