વાંકાનેર: ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વાંકાનેર માં ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવા બાબતે પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ. વાંકાનેર: વાંકાનેરમાં ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી જો દારૂના હાટડા બંધ નહિ થાય તો જનતા રેડની ચીમકી ઉચ્ચારી છે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો આવ્યા છતા દારૂનુ ખુબ ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે.ત્યારે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આજે વાંકાનેર સેવા સદન ખાતે વાંકાનેર માં ચાલતા ગેરકાયદેસર દારૂના અડ્ડા બંધ કરાવવા બાબતે પ્રાંત અધિકારી ને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ. વધુમાં ઠાકોર સેનાએ જણાવ્યુ હતુ કે વાંકાનેર તાલુકામાં અનેક જગ્યાએ ગેરકાયદેસર દારૂ ના અડ્ડા ખુલ્લેઆમ ધમ-ધમી રહ્યા છે ત્યારે દારૂના અડ્ડા બંધ કરવા અનેક વાર પોલીસ અધિકારીઓને મૌખિક રજૂઆત કરવા છતા કોઈ પગલાના લેવાતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ વધુમાં આ રજૂઆત કરવા છતા દારૂના અડ્ડા બંધ નહિ થાય તો આવનાર દિવસોમા ઠાકોર સેના દ્વારા ગામડાઓમા જનતા રેડ કરીને વ્યસન મુક્તિ અભિયાનને સફળ બનાવવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='16374,16375']