સંકુલના ૫૧૦ વિદ્યાર્થીઓએ જુદી- જુદી ૧૨ રમતોમાં ભાગ લીધો મોરબી : મોરબીના નવા સાદુળકા ગામે આવેલ સર્વોપરી શૈક્ષણિક સંકુલ ખાતે રમતોત્સવનું આયોજન કરાયું હતું જેમાં સંકુલના ૫૧૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જાણવા મળ્યા મુજબ નવા સાદુંળકા ગામે આવેલ સર્વોપરી શૈક્ષણિક સંકુલ ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કબડ્ડી, દોડ, ત્રિપગી દોડ, વોલીબોલ, ક્રિકેટ સહિતની જુદી-જુદી ૧૨ રમતો યોજાઈ હતી અને કુલ મળી ૫૧૦ વિદ્યાર્થીઓએ આ રમતોત્સવમાં ભાગ લીધો હતો. આ રમતોત્સવનો સફળ બનાવવા સર્વોપરી સંકુલના ટ્રસ્ટીઓ, આચાર્ય, સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='16384,16385']