મોરબી : મોરબીમાં ગઈકાલે રાત્રે રેલવે ફાટક સાથે રીક્ષા અથડાવનાર રીક્ષા ચાલક વિરુદ્ધ રેલવે પોલીસે ફરિયાદ નોંધાવી છે. જાણવા મળ્યા મુજબ મોરબીના નટરાજ ફાટક નજીક રાત્રીના અકસ્માત સર્જાયો હતો જેમાં રીક્ષાના ચાલકે ફાટક સાથે રીક્ષા અથડાવી ફાટકને નુકશાન કરતા રેલવે પોલીસે છકડો રીક્ષા નં જીજે ૧૩ વી ૫૩૭૭ ના ચાલક ગોવિંદભાઈ છેલાભાઈ ભરવાડ રહે રફાળીયા વિરુદ્ધ આરપીએફ મોરબીના પીએસઆઈ પવનકુમાર અને હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ જાડેજા તથા રણજીતસિંહ કાસેલાએ રેલ્વે એક્ટની કલમ ૧૬૦ (બી) મુજબ ગુન્હો દાખલ કરેલ છે. [caption id='attachment_16335' align='aligncenter' width='300'] ફાટક ની પ્રતીકાત્મક તસ્વીર [/caption]