સ્વયં સૈનીક દળ દ્વારા ઘટનાનો શાંતિ પૂર્ણ વિરોધ કરાયો મોરબી : મહારાષ્ટ્રના ભીમાકોરા ગાવની ઘટનાના વિરોધમાં આજે મોરબી ખાતે સ્વયં સૈનિક દળ દ્વારા અધિક જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી શાંતિપૂર્ણ વિરોધ કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના ભીમાકોરા ગાવ માં ૨૦૦ વર્ષ જુના શૌર્ય દિવસની ઉજવણી પ્રસંગે થયેલા હુમલાનો વિરોધ કરી સ્વયં સૈનિક દળ દ્વારા મનુવાદી તત્વો અને સંગઠનો વિરુદ્ધ કડક પગલાં ભરવા માંગ ઉઠાવવામાં આવી હતી. વધુમા આ ઘટના મૃત્યુ પામનારના પરિવારજનોને સહાય ચુકવવાની માંગ કરી વાહનોમાં થયેલી નુકશાની બાબતે સરકાર ત્વરિત ચુકવણી કરે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='16388,16389']