હળવદના ભવાની નગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

- text


હળવદ : હળવદમાં એલસીબીના દરોડા બાદ જાગેલી પોલીસે ગઈકાલે મીની જુગારધામ ઉપર દરોડો પાડી ચાર જુગારીઓને જુગાર રમતા ઝડપી લીધા હતા.

જાણવા મળ્યા મુજબ હળવદ ભવાની નગર ઢોળા વિસ્તારમાં રહેતા વિનોદપરી ઇન્દુપરી ગૌસ્વામી (ઉ.૨૬)ના મકાનમાં પોલીસે દરોડો પાડી વિનોદપરી સહીત  ઋષિકુમાર રમણીકલાલ દવે (ઉ.૫૭), સુરેશભાઈ રણછોડભાઈ બાબરિયા (ઉ.૩૮) તથા સંજયભાઈ મહિપતભાઈ પીત્રોડા (ઉ.૨૩) સહિતનાને તીનપતીનો  હાર જીતનો જુગાર રમતા ઝડપી લઈ. રોકડ રૂ. ૨૮૩૭૦ તથા બે મોબાઈલ કી. રૂ. ૨૦૦૦ કુલ મુદામાલ રૂ.૩૦૩૭૦ સાથે ચારેય આરોપીને ઝડપી લીધા હતા

- text

આ મીની જુગાર કલબ મામલે હળવદ પોલીસે ચારેય વિરુદ્ધ જુગારધારાની કલમો મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

- text