વાંકાનેર : વાંકાનેર તાલુકાના શેખરડી ગામે તસ્કરો શાળાના તાળા તોડી એલસીડી ટીવી, કોમ્પ્યુટર, હોમ થિયેટર સહિતની રૂ.૧૫૪૦૦ ની માલમતા ઉઠાવી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેર તાલુકા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા મુજબ વાંકાનેર તાલુકાના શેખરડી ગામે આવેલી શાળામાં તસ્કરો ત્રાટકયા હતા અને શાળાના ઓરડાના તાળા તોડી તસ્કરો એલસીડી ટીવી, હોમ થિયેટર, કોમ્પ્યુટર સહિતની માલમતા ઉઠાવી જતા આ મામલે શાળાના આચાર્ય વાલમભાઈ કુશભાઈ કટારાએ ફરિયાદ નોંધાવી છે. ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.