મોરબી : મોરબી તાલુકાના ખાનપર અને નાગડાવાસ ગામમાંથી બે યુવાનો વિદેશીદારૂની બોટલ સાથે ઝડપાઇ જતા પોલીસે આગવીઢબે પૂછતાછ શરૂ કરી છે. મોરબીના નાગડાવાસ ગામના પાટિયા પાસે વાણંદકામની કેબીન આવેલ હોય જેમાં વિદેશી દારૂની બોટલ વેચાણ કરવાના ઈરાદે રખાયાની જાણ મોરબી તાલુકા પોલીસને થતા દરોડો પાડતા ત્યાંથી કલ્પેશ ઉર્ફે મહેશ મનુભાઈ માંડવિયાને વિદેશી દારૂની ૧૧ નંગ બોટલ કીમત રૂ.૩૩૦૦ સાથે મળી આવતા તેને ઝડપી લીધો હતો.વધુમાં આ દારૂનો જથ્થો જયદીપસિંહ ઉર્ફે ચિરાગભાઈ કિશોરભાઈ જાડેજા રાજકોટ વાળાને ત્યાંથી લઇ આવ્યાનું કબુલતા તેને પણ ઝડપી લેવા પોલીસે તૈયારી શરૂ કરી છે. આ ઉપરાંત બીજા દરોડામાં તાલુકા પોલીસે ખાનપર ગામે રહેતા મુકેશભાઈ મોહનીયા પાસેથી વિદેશી દારૂની ૧૦ નંગ બોટલ કીમત રૂ.૩૦૦૦ મળી આવતા મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.