મોરબી : મોરબીમાં જિલ્લા કક્ષાની સ્વામી વિવેકાનંદ હિલડ શિલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હાથ ધરવામાં આવનાર હોય જિલ્લા રમત ગમત અધિકારી કચેરી દ્વારા સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતી સ્કૂલો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી દવારા જિલ્લાકક્ષાના સ્વામી વિવેકાનંદ હીલશિલ્ડ ક્રિકેટ ટૂર્નામેન્ટ-૨૦૧૭/૧૮નુ આયોજન આગામી દિવસોમાં કરવાનું હોવાથી ઉપરોકત સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છીત શાળાઓએ પોતાની શાળાના નિશ્ચિત અભ્યાસ કરતા ૧૯ વર્ષથી નીચેના ખેલાડીઓની પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથેની ખેલાડીઓનું પૂરુનામ, ધોરણ, જન્મતારીખ, શાળાનો જી.આર નંબર સાથે શાળાના આચાર્યની સહિ સિકકા સાથેની સંપૂર્ણ ટીમની એન્ટ્રી સાથે અરજી મોડામાં મોડી તા. ૦૯-૦૧-૨૦૧૮ ના રોજ સાંજે ૦૬-૦૦ કલાક સુધીમાં સિનિયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સી/ઓ. નાલંદા વિધાલય-વિરપર, મોરબીને પહોચતી કરવાની રહેશે. સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ અમાન્ય કરવામાં આવશે. આ બાબતે વધુ માહિતી માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી મો. નં ૮૪૬૯૯ ૨૨૯૦૫/૮૭૮૦૦ ૧૮૨૦૬ સંકર્પ કરવો તેવુ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મોરબીની યાદીમાં જણાવામાં આવ્યું છે.