બહેનપણીને મળવા જવાનું કહી મોરબીમાંથી યુવતી ગુમ

- text


મોરબી : મોરબીના સનાળા રોડ પર રહેતી યુવતી પોતાની બહેનપણીને મળવા જવાનું કહી લાપતા બનતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળ્યા મુજબ મોરબીના શનાળા રોડ રહેતા રાજેશભાઈ અમરશીભાઈ માકાસણાની પુત્રી પરિતા માકાસણા (ઉ.વ.૨૧) ગત તા. ૨૯ ના રોજ તેની બહેનપણીને મળવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ ઘરે પરત ન ફરતા મોરબી સીટી એ ડિવિઝન પોલિસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

આ મામલે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text