ટંકારા : ટંકારામાં નવા વર્ષના પ્રારંભે જ સમડીએ મુહૂર્ત કરી મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરી નાસી જતા સનસનાટી મચી જવા પામી છે. જાણવા મળતી વિગતો મુજબ ટંકારાના લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા પુજાબેન ચંદ્રેશભાઈ ઘોડાસરા સાંજના સમયે પગપાળા જતા હતા ત્યારે બાઈક પર આવેલા બે શખ્શોએ તેના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરી નાસી ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ બાઇક સવાર સમડીએ અન્ય એક મોટી ઉમરની મહિલાના ચેન પર પણ નજર નાખી હતી પરંતુ સતર્ક બનેલી મહિલાએ સાવચેતી દાખવતા સમડી ઉઠાવગીરની કરી ફાવી ન હતી.