હળવદ તાલુકાના ખેતરડી ગામે ગઈ કાલે કુતરાના નખ કાપવા બાબતે હત્યા કરનાર આરોપીને પોલીસે ગણત્રીના કલાકોમા ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરી જેલ હવાલે કર્યો હતો. હળવદ પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતિ અનુસાર ખેતરડી ગામે મજુરી કરતો દશરથ રાઠવાએ અનિલ રાઠવાની કુહાડી મારીને હત્યા નિપજાવી હતી. ખેતરડી ગામે કુતરાના નખ કાપવા જેવી બાબતે ઉગ્ર બોલાચાલી બાદ રાત્રીના દશ વાગ્યે આરોપી દશરથ રાઠવાએ અનિલ રાઠવાને કુહાડી વડે માથા પર ઘા મારી હત્યા કરી હતી.આ બાબતે ચરાડવાની સીમમા આવેલી ખીમાભાઈ ધુડાભાઈ વાડીમા મજુરી કરતા દશરથ અને અનિલ ભન્ને વ્યક્તિ ગલુડીયાના નખ કેમ કાપ્યા તે બાબતે ઉગ્ર બાલાચાલી થઈ હતી અને આ બોલાચાલીનો મનમા ખાર રાખી ગત રાત્રીના દશ વાગ્યે અનિલ રાઠવા રહે.બારડોલી વડોદરાવાળાએ અનિલ રાઠવા નામના મજુરને કુહાડીના ઘા મારી હત્યા કરી હતી. હળવદ તાલુકાના ખેતરડી ગામે રહેતા સવજીભાઈ વહાભાઈ ભરવાડે આજ ગામના ખીમાભાઈની વાડી છેલ્લા ત્રણ વર્ષથી ઉઘડ રાખીને વાવે છે અને પાચ મહિના પહેલા આ જમીનમા ખેતમજુરી કરવા આવેલા બોડેલી.વડોદરાવાળા દશરથ રાઠવા અને અનિલ રાઠવાને મજુરી કામ અર્થે રાખેલ હતા . ત્યારબાદ રવિવારે મોડીરાતના અરસામા દશરથ રઠવાએ અગાઉનુ મનદુખ બાબતે અનિલ રાઠવાની કુહાડીના ધા મારી બહેરમી પુર્વક હત્યા નિપજાવી હતી. હળવદ પોલીસ પીઆઈ બી ટી વાઢીયા ,પીએસઆઈ સીએચ શુક્લ તેમજ પોલીસ સ્ટાફે ગણતરીના કલાકોમા આરોપીને પકડીને જેલ હવાલે કર્યો છે.