મોરબી : મોરબીના વિદ્યુતનગર મફતિયાપરા વિસ્તારમાંથી બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂની નવા બોટલ અને મોટર સાયકલ સાથે બૂટલેગરને ઝડપી લીધો હતો. જાણવા મળ્યા મુજબ મોરબી સીટી બી ડીવીઝન પોલીસે વિદ્યુતનગર મફતિયાપરા વિસ્તારમાંથી વિદેશી દારૂની ૯ બોટલ અને મોટર સાયકલ સાથે જીગ્નેશ રામજી નામના શખ્સને ઝડપી લઈ રૂપિયા ૨૨૭૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો.