મોરબી : માનવ ઉત્થાન સેવા સમિતિ મોરબી દ્વારા તા. ૩૧ ના રોજ આધ્યાત્મિક જનજાગરણ અને સદભાવના સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો સમાજના બહોળા સમુદાયે લાભ લીધો હતો. માનવ ધર્મ આશ્રમ મોરબી અને માનવ ઉત્થાન સેવા સમિતિ મોરબી દ્વારા તા.૩૧ ના રોજ સાંજે ૪ વાગ્યે પંચાસર રોડ મોરબીથી આધ્યાત્મિક જન જાગરણ યાત્રા શરૂ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ - બહેનો જોડાયા હતા. બાદમાં રાત્રીના ૯ થી ૧૧ સદભાવના સંત સંમેલન યોજાયુ હતું જેમાં માનવ ધર્મના પ્રણેતા સતપાલજી મહારાજના આત્મ અનુભવી સંતો દ્વારા ગીતા, મહાભારત, વેદ અને ઉપનિષદ પરના સારનો ગર્ભિત સત્સંગ કર્યો હતો. જેમાં મોરબી શહેરના અનેક ધર્મપ્રેમી લોકો જોડાયા હતા. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='16154,16155,16156,16157,16158']