કુતરાના ગલુડિયાના નખ કાપવા જેવી સામાન્ય બાબતમાં અન્ય મજુરે કુહાડાનો ઘા ઝીકી હત્યા કરી હળવદ : હળવદ તાલુકાના ખેતરડી ગામની સીમમાં કુતરીના ગલુડિયાના નખ કાપવા જેવી સામાન્ય બાબતમાં આદિવાસી મજુરે કુહાડીના ઘ ઝીકી હત્યા કરી નાખતા આ મામલે હળવદ પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે. જાણવા મળ્યા મુજબ ગાઈકકે રાત્રીના ૧૦ વાગ્યા ના સુમારે ખેતરડી ગામની સીમમાં આવેલ ખીમાંભાઈ ધુડાભાઈની વાડીમાં આદિવાસી શ્રમિક દશરથ રાઠવા રે.બોડોલી, વડોદરા વાળાએ અનિલ રાઠવા નામના વ્યક્તિની કુહાડીના ઘા ઝીકી હત્યા કરી નાખતા સનસનાટી મચી જવા પામી છે. વધુમાં આ મામલે સવજીભાઈ વહાભાઈ સેફાત્રા રે.ખેતરડીવાળા ની ફરિયાદના આધારે હળવદ પોલીસે ગુન્હો દાખલ કર્યો છે અને પીએસઆઇ વાઢીયા આ મામલે તપાસ કરી રહ્યા છે. દરમિયાન કુતરીના ગલુડિયાના નખ કાપવા જેવી નજીવી બાબતે આ હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે, જો કે હાલ આરોપી નાસી છૂટ્યો છે અને હત્યારો ઝડપાયા ત્યાર બાદ હત્યાનું સાચું કારણ બહાર આવશે.