ટંકારામાં દેશી બંદૂક સાથે સુરેન્દ્રનગરનો શખ્સ પકડાયો

- text


ટંકારા : ટંકારા પોલીસે ગતરાત્રીના નાઈટ પેટ્રોલિંગ દરમિયાન સુરેન્દ્રનગરના રત્નપરના એક શખ્સને દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા પીએસઆઈ ચૌધરી સહિતનો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતા ત્યારે ટંકારા ચોકડી નજીકથી સુરેન્દ્રનગર જિલ્લના રતનપરના દાઉદ નુરમામદ કાજેડીયા ઉ.૫૫ શંકાસ્પદ હાલતમાં જણાતા આ ઇસમની તલાસી લેતા તેની પાસેથી હાથ બનવાટની સિંગલબોરની લાયસન્સ વગરની ગેરકાયદેસર દેશી બંદુક મળી આવી હતી.

- text

આ મામલે પોલીસે આરોપીને ઝડપી લઈ આર્મ્સ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text