મોરબી : મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા પિતાએ પોતાની પુત્રીને શારીરિક-માનસિક ત્રાસ આપી મારવા મજબુર કરનાર ટંકારના હડમતીયા ગામે રહેતા જમાઈ અને પુત્રીના જેઠ સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાસરિયાઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પાનેલી ગામે રહેતા લાખાભાઈ નરશીભાઈ કોળીએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોધવી છે કે પોતાની પુત્રી પુજાબેન ઉ.૨૨ એ ટંકારા તાલુકાના હડમતીયા ગામે રેહતા પ્રવીણ જીવાભાઈ ઝીંઝવાડીયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને લગ્ન કર્યાને માત્ર સવા માસ જેટલા સમય ગાળા માં જ આપઘાત કરી લીધો હતો. વધુમાં પોતાની પુત્રીના જેઠ ભગાભાઈ જીવાભાઈ ઝીંઝવાડીયાએ પુજાબેનના પતિ પાસે કાનભંભેરણી કરી અને પુજાબેનને રસોઈ કરતા પણ આવડતી નથી તેવા મેણા-ટોણા મારી પતિ અને જેઠ બંને શારીરિક-માનસિક ત્રાસ આપી પરિણીતાને પોતાના માવતરને મળવા કે ફોન પર વાત કરવા ન દેતા હોય પૂજાબેનથી સાસરિયાઓનો ત્રાસ સહન ના થતા તેણીએ ઝેરી દવા પી આપધાત કર્યા હોવાનું જણાવ્યું હતું. પરિણીતાના પિતાની ફરિયાદને આધારે ટંકારા પોલીસે ગુન્હો નોંધી પૂજાબેનના સાસરિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.