૩૧ મી ડિસેમ્બરે શરાબની રેલમછેલ રોકવા મોરબી પોલીસ મેદાને મોરબી : મોરબીમાં ૩૧ મી ડિસેમ્બરે શરાબની રસલમછેલ રોકવા પોલીસ મેદાને આવી છે બે દિવસ પૂર્વે વાંકાનેરમાં અને ત્યાર બાદ તાલુકા પોલીસે દરોડા પાડ્યા બાદ આજે એલસીબીએ નવા નાગડાવાસ અને વાંકાનેરના નવા ઢુંવામાં દરોડા પાડી કુલ ૧,૩૨,૫૦૦ ની કિંમતનો મોંઘોદાટ શરાબ કબ્જે કરી બન્ને આરોપી બુટલેગર વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો હતો. મોરબી એલસીબી દ્વારા પ્રથમ દરોડામાં નવા નાગડાવાસમાંથી વેટ-૬૯,ટીચર્સ સકોચ સહિતની વિદેશી દારૂની ૪૨૦ નંગ બોટલો કિમત રૂ.૧,૨૬,૦૦૦ નો શરાબ કબ્જે લીધો હતો દરોડાની કાર્યવાહીમાં મુળ મધુપુર ,નવા નાગડાવાસના રહેવાસી હાલ ઘંટેશ્વર રાજકોટ રહેતા જયદિપસિંહ ઉર્ફે ચીરાગભાઈ કિશોરસિંહ જાડેજા એ જુદી જુદી વિદેશી બ્રાન્ડ કીમતી ૪૨૦ નંગ બોટલો મધુપુર નવા નાગડાવાસ આવેલ અવાવરૂ જગ્યાએ આવેલ રૂમમા રાખી હોવાની બાતમીને આધારે તપાસ કરતા મોંઘી દાટ વિદેશી બ્રાન્ડની ૪૨૦ બોટલો મળી આવતા કુલ ૧,૨૬,૦૦૦ રૂપીયાના શરાબ મામલે બુટલેગર આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ગુનો નોધાવ્યો હતો. જ્યારે બીજી રેડમા વાકાનેર તાલુકાના નવા ઢુવા ગામેથી રહેણાંક મકાનના વંડામા છુપાવેલ વિદેશી દારૂની ૧૩ નંગ બોટલો મળી રૂપીયા ૬૫૦૦ ના મુદ્દામાલ સાથે મકાન માલીક અને આરોપી રવિરાજસિહ વાઘુભા ઝાલા રહે.નવા ઢુવા વાળાની ધરપકડ કરી વાકાનેર તાલુકા પોલીસ મથકે ગુનો નોધાવ્યો હતો. આમ, ઇન્ચાર્જ એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસ અને તેમની ટીમે ૩૧ ડિસેમ્બર પૂર્વે મોંઘીદાટ શરાબનો જથ્થો પકડી પાડી શરાબ શોખીનો અને બુટલેગરોના હોશ કોશ ઉડાવી દીધા છે.