મોરબી : મોરબીના રવાપર ગામથી સજનપર ધુનડા રોડ પર આજે પેપર રોલ ભરેલો ટ્રક પલટી મારી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપરથી સજનપર ઘુનડાં રોડને હાલ પહોડો કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે બન્ને તરફ ખોદાયેલ રોડ પર પેપર રોલ ભરેલો ટ્રક પલટી મારી જતા રસ્તો બ્લોક થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે આ માર્ગ પર સ્કૂલ તેમજ અન્ય ટ્રાફિક વધારે રહેતો હોય સવારમાં બનેલી આ ઘટનાને કારણે ટ્રાંફિક જામ થઈ જવા પામ્યો હતો.