ખાનપરની વાડીમાં પટેલ શખ્સ ચલાવતો હતો જુગારધામ : પાંચ ઝડપાયા, એક શખ્સ નાસી છૂટ્યો મોરબી : મોરબી તાલુકાના ખાનપર ગામની સીમમાં ધમધમતી જુગાર કલબ પર ત્રાટકી તાલુકા પોલીસે જુગાર રમી રહેલ પાંચ શખ્સોને રૂ. ૪૫૯૦૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા જો કે દરોડા સમયે એક શખ્સ નાસી છૂટતા પોલોસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ખાનપરથી મોટી વાવડી જવાના રસ્તે વાડીની ઓરડીમાં જુગારધામ ધમધમતું હોવાની ચોક્કસ બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પડ્યો હતો, દરોડા દરમિયાન વાડી માલિક ભરતભાઈ મોહનભાઇ જીવાણી, ચેતનભાઈ મનસુખભાઇ ભીમાણી, બાબુભાઇ બીજલભાઈ ગોગરા, રે.કોયલી, શૈલેષ સવજીભાઈ ઘોડાસરા, રે. ખાનપર તથા ભરત મોહનભાઇ જીવાણી જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ જતા પોલિસે પટ માંથી ૪૫૯૦૦ ની રોકડ રકમ કબજર કરી હતી. જો કે પોલીસની રેઇડ દરમિયાન માણદભાઈ ભૂરાભાઈ સવસેટા રે.ગજડી ,તાલુકો જોડિયા વાળા નાસી છૂટતા પોલિસે તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસની આ સફળ કામગીરી પીએસઆઇ આર.એ.જાડેજા, એ.એમ.રાવલ, એએસઆઈ એમ.સી.જાડેજા, પો.કો.જુવાનસિંહ ઝાલા, દિનેશભાઇ બાવળિયા, ઉજ્જ્વલદાન ગઢવી અને શક્તિસિંહ જાડેજા સહિતનાઓએ કરી હતી.