પોલીસે પશુ પ્રત્યે ઘાતકીપણું આચરવા અંગે ગુન્હો નોંધાયો હળવદ : હળવદ પોલિસે ટીકર ચોકડી નજીકથી ઘેટાંથી ખીચો-ખીચ ભરેલી બોલેરો ગાડી સાથે ત્રણ શખ્સોને ઝડપી લઈ પશુ પ્રત્યે ઘાતકીપણુ આચારવાની ભારે ખમ્મ કલમો મુજબ ગુન્હો નોંધતા ચકચાર જાગી છે. જાણવા મળતી વિગતો મુજબ આજે હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટીકર ચોકડી નજીકથી પસાર થતી જી.જે.૧૮ એ.ટી.૨૩૮૦ વાળી બોલેરો ગાડી ચેક કરતા બોલેરોમાંથી ૪૨ ઘેટાં ખીચો-ખીચ ભરેલ હોવાનું જણાતા પોલીસે બોલેરોના ચાલક સહિત ધ્રાંગધ્રાના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. વધુમાં પોલીસે પશુ પ્રત્યે ઘાતકીપણુ આચરવા સબબ હરિભાઈ આલાભાઈ વકાતર રે.રામગઢ ધ્રાંગધ્રા, હારુન ઉસમાનભાઈ ભટ્ટી.રે.ધ્રાંગધ્રા અને યુનુસ મહમદ ભટ્ટી નામના ત્રણેય શખ્સોને ઝડપી લઈ પશુ અતિક્રમણ ધારાની કલમ ૧૧, ડી.ઇ.એ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.