પરિવારે એકનો એક પુત્ર અને પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી મોરબી : મોરબીમાં બ્રાહ્મણ યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી લેતા એકના એક પુત્રના મોતથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું તો બીજી તરફ યુવાનની એકની એક પાંચ વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા અરેરાટી વ્યાપી ગઈ છે. જાણવા મળતી વિગતો મુજબ નિરંજન ઉર્ફે સન્ની પુષ્કરરાય પંડ્યા નામના યુવકે અગમ્ય કારણસર ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન યુવાન મોત નિપજયુ હતુ. ઉલ્લેખનીય છે કે આ યુવાને ઝેરી દવા પી લઈ કાલીકાનગરમાંથી લખધીરપુર ગામ પહોંચી ગયો હતો જ્યાં કોઈ અજાણ્યા વ્યક્તિને પોતે ઝેરી દવા પી લીધું હોવાનું જણાવી પરિવારજનોને ફોન કરવાનુ કહી બેભાન થઈ ગયો હતો. જો કે બાદમાં આ યુવાનને ૧૦૮ મારફતે ગંભીર હાલતમા સિવીલ હોસ્પીટલ મા ખસેડવા મા આવ્યો હતો જ્યાં તેને સારવાર મળે એ પહેલા જ મોત નિપજતા પાંચ વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી અને એકના એક દિકરાનુ મૃત્યુ થતા બ્રાહ્મણ પરિવાર પર આભ તૂટી પડ્યુ હતુ.