ટંકારા : ટંકારામાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ૨૦ હજારથી વધુની માલમતા ચોરી જતા ચકચાર મચી જવા પામી છે. ટંકારાના લક્ષ્મીનારાયણ નગરમાં રહેતા હાર્દિક ખીમજીભાઈ ભેંસદડીયાના બંધ મકાનમાં તસ્કરોએ રાત્રીના હાથ ફેરો કર્યો છે.જેમાં હાર્દિક ખીમજીભાઈ ભેંસદડીયા નામના મકાન માલિક ચાર દિવસથી ગામડે ગયેલ હોય અને મકાન સોસાયટીના છેવાડે આવેલ હોય તથા ચાર દિવસથી બંધ હાલતમાં હોવાથી ગત રાત્રીના તસ્કરોએ મકાનના તાળા તોડીને ઘરમાં પ્રવેશ કરી કબાટમાં રહેલ વીસ હજાર રોકડ સહિત ચાંદીની કડલીઓની ચોરી થઇ છે. જો કે આ મામલે હજુ સુધી પોલીસને જાણ કરવામાં આવી નથી અને કોઈ સત્તાવાર ફરિયાદ કરવામાં આવી નથી. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='15846,15847,15848']