મોરબી : સતવારા સહકાર મંડળ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબી દ્વારા આગામી તા.૩૧ ને રવિવારે મોરબીમાં ચતુર્થ સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સહયોગથી વાવડી રોડ ખારીવાડી પ્રાથમિક શાળા ખાતે રવિવારે સાવરે ૮ થી ૧ દરમિયાન યોજાનાર આ કેમ્પમાં જનરલ ફિઝિશિયન, ચામડીના રોગના નિષ્ણાત,હાડકાના રોગ, સ્ત્રી રોગ, બાળ રોગ, આંખના રોગ, દાંતના રોગ, સહિતના નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓની તપાસ કરી જરૂરી દવાઓ આપવામાં આવશે. વધુમાં આ કેમ્પની સાથે સાથે બ્લડ ગ્રુપિંગ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ તથા ધન્વંતરિ રથ દ્વારા સર્વરોગની સારવાર કરવામાં આવશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા સતવારા સહકાર મંડળના પ્રમુખ મેરુભાઈ કણઝારીયા, મંત્રી લાલજીભાઈ જાદવ અને કન્વીનર ગણેશભાઈ નકુમ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.