મોરબીમાં જુગાર રમતા છ ઝડપાયા : રૂ.૯૮૮૦૦ની રોકડ જપ્ત

- text


મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં જુના ઘૂંટુ રોડ પર ઈન્દિરાનગરમ જાહેરમાં જુગાર રમી રહેલા છ શખ્સોને પોલીસે ૯૮૮૦૦ ની રોકડ સાથે ઝડપી લેતા ચકચાર જાગી છે.

જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે રાત્રે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં જુના ઘુંટુ રોડ પર જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે પોલિસે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલા છ શખ્સો રૂપિયા ૯૮૮૦૦ ની રોકડ સાથે જુગાર રમતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા.

- text

પોલીસે આ જુગારના દરોડામાં કિરીટભાઈ કાંતિલાલ કક્કડ, રે.ખોજાખાના શેરી મોરબી, ગણેશભાઈ નારણભાઇ આદ્રોજા, રહે.કેનાલ રોડ મોરબી, હરજીવનભાઈ કુંવરજીભાઇ પટેલ, રહે, રવાપર રોડ મોરબી, કાંતિલાલ સોની , રે.રવાપર, રુગનાથભાઈ કાનજીભાઈ કગથરા, રે.રવાપર રોડ મોરબી તથા ભાવનભાઈ ગેલાભાઈ ભીમાણી રે.મહેન્દ્ર નગર વાળાને બી ડિવિઝન પોલીસે જુગાર રમતા રંગેહાથ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text