મોરબી : મોરબીમાં અન્ય સાથે ઝઘડો નહિ કરવાની સલાહ આપનાર મિત્રને તેના જ મિત્રે સલાહ આપમાં કહી લમધારી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના અયોધ્યાપુરી રોડ પર રહેતા ઇમરાન ઉર્ફે ખોડી દાઉદભાઈ સંધી ગઈકાલે પોતાના મિત્ર જીગ્નેશ જીલુભાઈ બોરીચા રે. બોરીચાવાસ વાળો પોતાનો મિત્ર હોય જેને કોઈ સાથે ઝઘડો થતા બોલાચાલી ન કરવાનું સમજાવવા જતા જીગ્નેશ બોરીચાએ તેને ઉશ્કેરાઈ જઈને ધમકીઓ આપી હતી. વધુમાં બોરીચવાસમાં સમજાવવા ગયેલા ઇમરાન ઉર્ફે ખોડી ઉપર આરોપીએ હુમલો કરી ઢીકા પાટુનો મૂંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી સલાહ આપવાનું બંધ કરજે કહેતા આ મામલે ઇમરાને એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટના અંગે એ ડિવિઝન પોલીસે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.